/connect-gujarat/media/media_files/2025/04/28/H2EjuPx4oZTgae4o9SrB.jpg)
સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા પછી, ફરીથી ઝડપી ઉથલપાથલ જોવા મળી છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
લગ્નની મોસમ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા પછી, ફરીથી ઝડપી ઉથલપાથલ જોવા મળી છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
25 જૂન બુધવારે આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,360 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આમ સોનાના ભાવમાં ગઈકાલની સરખામણીએ 1000 રુપિયાથી વધારેનોં ધટાડો નોંધાયો છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,940 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,210 રૂપિયા છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,990 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,260 રૂપિયા છે.
આ સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે 24 જૂનને મંગળવારે ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલોગ્રામ હતો. જ્યારે આજે 25 જૂન બુધવારે આજે સોનાના ભાવમાં રુપિયા 1000નો ઘટાડો નોંધાયો છે અને આજે ચાંદીનો ભાવ 1,08,900 રુપિયા પ્રતિ કિલોગ્રામ છે.
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.
ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.