ડોલર મજબૂત થતાં સોનાના ભાવમાં ઘટાડો, આગામી દિવસોમાં વધુ ઘટાડાની શક્યતા

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડાની ગતિ ધીમી રાખી અને યુએસ-ચીન વચ્ચેના વેપાર તણાવમાં રાહત મળતાં ડોલર મજબૂત થયો છે, જેના સીધા પ્રભાવરૂપે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

New Update
gold rates

આજે 8 નવેમ્બરે સોનાના બજારમાં ફરી ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે.

રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,22,160 થયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 1,11,990 છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડાની ગતિ ધીમી રાખી અને યુએસ-ચીન વચ્ચેના વેપાર તણાવમાં રાહત મળતાં ડોલર મજબૂત થયો છે, જેના સીધા પ્રભાવરૂપે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 1,11,840 છે અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 1,22,010 સુધી પહોંચ્યો છે. ગુજરાતના મુખ્ય શહેરો જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 1,11,890 અને 24 કેરેટનો ભાવ રૂ. 1,22,060 નોંધાયો છે.

આ સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, આજે ચાંદી રૂ. 1,52,400 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. વેલ્થ મેનેજમેન્ટ નિષ્ણાત અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર, આવતા દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે, કારણ કે વૈશ્વિક સ્તરે ભૌગોલિક તણાવ ઘટી રહ્યો છે. જો આ સ્થિતિ યથાવત રહે તો સોનાનો ભાવ રૂ. 1.10 લાખથી 1.15 લાખ વચ્ચે પહોંચી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં તહેવારોની સિઝન અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સોનાના ભાવોમાં સતત વધારો જોવા મળ્યો હતો, પરંતુ હવે માર્કેટમાં સુધારાની લહેર જોવા મળી રહી છે, જે ગ્રાહકો માટે ખરીદીનો અનુકૂળ સમય બની શકે છે.

Latest Stories