/connect-gujarat/media/media_files/2025/07/07/gold-rates-2025-07-07-13-16-43.jpg)
15 જુલાઈએ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો નવીનતમ ભાવ શું છે?
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શરૂઆત સાથે જ સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 15 જુલાઈએ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો નવીનતમ ભાવ શું છે?
15 જુલાઈ મંગળવારના રોજ સોનાના 24 કેરેટ સોનાના ભાવ 1 લાખને પાર પહોંચી ગયા છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,00,040 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,560 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,890 રૂપિયા છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 91,610 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,940 રૂપિયા છે.
જ્યારે ચાંદીના ભાવમાં આજે સ્થિર રહ્યા છે. આજે 15 જુલાઈ મંગળવારના રોજ ચાંદીનો ભાવ 1,14,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે પણ ચાંદીનો ભાવ 1,14,900 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ, આયાત જકાત અને કર, રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર, માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે. ભારતમાં, સોનાનો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ થાય છે, તેથી ભાવમાં ફેરફારની સીધી અસર લોકો પર પડે છે.
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.
Today Gold Price | Business | Gold and silver prices