સોનાના ભાવમાં ફરી ઘટાડો, ચાંદીમાં નાનો વધારો: જાણો આજના ભાવ

વૈશ્વિક સ્તરે સોનાનો સ્પોટ ભાવ હાલ $3,996.93 પ્રતિ ઔંસ છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધી સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.

New Update
GOLD RATE

દેશમાં સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. 10 નવેમ્બરના રોજ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,22,160 સુધી ઘટી ગયો છે.

એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં ₹980 અને 22 કેરેટ સોનામાં ₹1,160નો ઘટાડો નોંધાયો છે.

વિશ્લેષકો જણાવે છે કે મજબૂત યુએસ ડોલર અને ફેડરલ રિઝર્વની રાહ જુવો નીતિના કારણે સોનાની માંગ નબળી પડી છે. સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોનામાં હાલ રોકાણકારો સાવધાની દાખવી રહ્યા છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ હાલ ₹1,22,160 અને 22 કેરેટનો ભાવ ₹1,12,000 પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,11,850 અને 24 કેરેટનો ભાવ ₹1,22,020 પ્રતિ 10 ગ્રામ છે.

ગુજરાતના મુખ્ય શહેરો — અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં — પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અહીં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,11,890 અને 24 કેરેટનો ભાવ ₹1,22,060 પ્રતિ 10 ગ્રામ છે.

સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે. 9 નવેમ્બરના રોજ ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹1,52,400ના સ્તરે પહોંચી ગઈ હતી, જે એક અઠવાડિયામાં ₹500નો વધારો દર્શાવે છે. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ $48.48 સુધી નોંધાયો છે.

વૈશ્વિક સ્તરે સોનાનો સ્પોટ ભાવ હાલ $3,996.93 પ્રતિ ઔંસ છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધી સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. ANZના અનુમાન અનુસાર, આવતા વર્ષના મધ્ય સુધી સોનાનો ભાવ $4,600 પ્રતિ ઔંસ સુધી વધી શકે છે. DSP મેરિલ લિંચનું માનવું છે કે સોનાની તેજી હજી પૂરી થઈ નથી અને આવતા સમયમાં પણ સોનામાં વૃદ્ધિની શક્યતા છે.

Latest Stories