/connect-gujarat/media/media_files/2025/08/14/gold-2025-08-14-20-44-58.jpg)
દિલ્હીમાં 6 સપ્ટેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં આજે ફરી ધરખમ વધારો થયો છે અને આ સાથે આજે સોનાનો ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે.
જો તમે સોનું ખરીદવા માંગતા હો, તો તમારે ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. સપ્ટેમ્બરની શરુઆતની સાથે જ બુલિયન માર્કેટ ખુલતા સોના અને ચાંદીના ભાવમાં તોતીંગ વધારો જોવા મળી રહી છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.
દિલ્હીમાં 6 સપ્ટેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં આજે ફરી ધરખમ વધારો થયો છે અને આ સાથે આજે સોનાનો ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,07,780 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 98,810 રૂપિયા પર છે. આ સાથે આજે સોનાના ભાવમાં 780 રુપિયાનો વધારો નોંધાયો છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,660 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,07,630 રૂપિયા છે.
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹98,710 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,07,680 રૂપિયા છે.
આ સાથે અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,26,900 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. જ્યારે આજે ચાંદીનો ભાવ 1,25,900 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે ચાંદીના ભાવમાં પણ 1000 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.
નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં વધારો-ઘટાડો રહી શકે છે.
આ ભાવ અંદાજિત છે અને વાસ્તવિક બજાર ભાવમાં ફેરફાર થઈ શકે છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ફક્ત અંદાજ છે, જે સાચા કે ખોટા બંને સાબિત થઈ શકે છે.