સોના-ચાંદીના ભાવમાં એક જ દિવસમાં આવ્યો ભારે ઉછાળો, જાણો આજના ભાવ

નવરાત્રીની શરૂઆત ખેલૈયાઓની સાથે સાથે રોકાણકારો માટે પણ સારી રહી છે. વાત એમ છે કે, સોના-ચાંદીના ભાવમાં એક જ દિવસમાં જંગી ઉછાળો આવતા રોકાણકારોમાં ખુશીનો પાર રહ્યો નથી.

New Update
gold

નવરાત્રીની શરૂઆત ખેલૈયાઓની સાથે સાથે રોકાણકારો માટે પણ સારી રહી છે. વાત એમ છે કે, સોના-ચાંદીના ભાવમાં એક જ દિવસમાં જંગી ઉછાળો આવતા રોકાણકારોમાં ખુશીનો પાર રહ્યો નથી.

સુરક્ષિત રોકાણની વધતી જતી ગ્લોબલ ડિમાંડ વચ્ચે સોનાના ભાવ ₹2,700 વધીને ₹1,18,900 પ્રતિ 10 ગ્રામની નવી ટોચ પર પહોંચ્યા, જ્યારે યુએસ H-1B વિઝા ફી વધારાનો ભોગ બની રહેલો રૂપિયો નીચા સ્તરે પહોંચ્યો છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 22 સપ્ટેમ્બરના રોજ એટલે કે ગઈકાલના સોમવારે ₹1,16,200 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

બુલિયન બજારમાં 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું ₹2,650 વધીને ₹10 ગ્રામની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું. સોમવારે તે ₹1,15,650 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

વેપારીઓએ જણાવ્યું હતું કે, યુએસ ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘટાડાથી કિંમતી ધાતુના ભાવમાં વધારો થયો છે. યુએસ H-1B વિઝા ફીમાં વધારાને કારણે વિદેશી મૂડીના પ્રવાહમાં સતત વધારો થતાં મંગળવારે એટલે કે આજે (23 સપ્ટેમ્બરે) રૂપિયો યુએસ ડોલર સામે 47 પૈસા ઘટીને 88.75 ની નીચી સપાટીએ પહોંચ્યો.

મંગળવારે ચાંદીના ભાવમાં પણ ₹3,220 નો નોંધપાત્ર વધારો થયો હતો અને તે ₹1,39,600 પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઇમ હાઇ લેવલે પહોંચી ગયો હતો. ચાંદી 22 સપ્ટેમ્બરના રોજ એટલે કે ગઈકાલના સોમવારે ₹1,36,380 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 1 ટકાથી વધુ વધીને $3,791.10 પ્રતિ ઔંસની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. સ્પોટ ચાંદી 0.57 ટકા વધીને $44.32 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.

પોઝિટિવ વૈશ્વિક સંકેતો અને ટ્રમ્પના ટેરિફ અંગેની ચિંતાઓ વચ્ચે મંગળવાર, 23 સપ્ટેમ્બરના રોજ સવારે MCX પર સોના અને ચાંદીના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા.

MCX સોનાનો ઓક્ટોબર વાયદો લગભગ 2 ટકા વધીને ₹1,14,163 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો, જ્યારે MCX ચાંદીનો ડિસેમ્બર વાયદો 1 ટકાથી વધુ વધીને ₹1,34,980 પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો.

Latest Stories