ભારતીય શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી પણ 18,600ને પાર

ભારતીય શેરબજારમાં સપાટ સ્તરે શરૂઆત, નિફ્ટીમાં સામાન્ય વધારો, સેન્સેક્સ લાલ નિશાનમાં ખુલ્યો
New Update

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શાનદાર શરૂઆત થઈ છે. સેન્સેક્સમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો છે, બેંક નિફ્ટી રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી છે. નિફ્ટી પણ 18,600ને પાર થઈ છે. આજે બેંક નિફ્ટીમાં કારોબાર 44276 ના સ્તર પર ખુલ્યો છે અને પ્રથમ વખત તે ઓપનિંગ ટ્રેડમાં જ 44300 ને પાર કરી ગયો છે. બેંક નિફ્ટી 14 ડિસેમ્બર 2022 પછી નવા રેકોર્ડ હાઈ પર આવી ગઈ છે.

ભારતીય શેરબજારમાં આજે BSE સેન્સેક્સ 299.85 પોઈન્ટ એટલે કે 0.48 ટકાના વધારા સાથે 62,801.54 પર ખુલ્યો હતો અને તેમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સિવાય NSE નો નિફ્ટી 119.80 પોઈન્ટ એટલે કે 0.65 ટકાના વધારા સાથે 18,619.15 પર ખુલ્યો છે.

#India #Sensex jumps #Great opening #Nifty #Stock Market #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article