પેટ્રોલ-ડીઝલ પર ગુજરાત સરકાર નહીં ઘટાડે સેસ, સીએનજીમાં મળશે રાહત

New Update

કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટી માં ઘટાડો કરી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવામાં આવ્યા છે, ત્યારે તમામની નજર રાજ્ય સરકાર તરફ મંડાઈ છે. ગુજરાત સરકાર પણ સેસમાં ઘટાડો કરી અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. પરંતુ રાજ્યમાં હવે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થશે નહીં. દેશના 12 રાજ્યોમાં સરખામણી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું મળી રહ્યું છે. જેથી સરકાર પેટ્રોલ-ડીઝલના બદલે ઈન્ડસ્ટ્રીયલ CNGના ભાવ ઘટાડવા માટે વિચારણા કરી શકે છે.

સતત વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્રની મોદી સરકારે જનતાને મોટી રાહત આપી છે. મોદી સરકારે ઈંધણ ના વધી રહેલા ભાવ ઘટાડવા માટે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 6નો તોતિંગ ઘટાડો કર્યો છે. જેથી પેટ્રોલ 9.5 અને ડીઝલ 7 રૂપિયા સસ્તુ થયું છે. આજથી નવો ભાવ અમલી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય લઈને અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઘટીને 95.57 રૂપિયા થયો છે, જ્યારે ડીઝલનો ભાવ ઘટીને રૂપિયા 93.13 રૂપિયા થયો છે. અમદાવાદની સાથે સમગ્ર ગુજરાતની પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. આ અગાઉ કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2021 ના રોજ પણ પેટ્રોલ પર લિટર દીઠ રૂપિયા 10 અને ડીઝલ પર રૂપિયા 5 એક્સાઈઝ ડ્યૂટી માં ઘટાડો જાહેર કર્યો હતો.SIM એ રવિવારે પીએમ મોદી અને નિર્મલા સીતારમણને ટેગ કરતા ટ્વિટ કર્યુ હતું કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના નિર્ણય ઓટો ઇન્ડસ્ટ્રી આવકારે છે. પરંતુ સીએનજીના ભાવમાં છેલ્લા સાત મહિનાથી વધારો થઇ રહ્યો છે. તેથી જો સીએનજીના ભાવમાં ઘટાડો કરવાથી સામાન્ય માણસને મદદ મળશે

#India #ConnectGujarat #relief #Gujarat government #petrol and diesel #CNG #reduce cess
Here are a few more articles:
Read the Next Article