વિશ્વના અમીરોની યાદીમાં ભારે ઉથલપાથલ થઈ છે. જેફ બેઝોસે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ એલોન મસ્ક પાસેથી છીનવી લીધો છે. સોમવારે એલોન મસ્કની સંપત્તિમાં 17.6 બિલિયન ડોલરના ઘટાડાએ નંબર વન અબજોપતિ તરીકેનું સ્થાન છીનવી લીધું હતું. હવે જેફ બેઝોસ 200 બિલિયન ડોલરની નેટવર્થ સાથે નંબર વન પર છે.એલોન મસ્ક હવે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં 198 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર બર્નાર્ડ આર્નોલ્ટ છે. તેમની પાસે 197 અબજ ડોલરની સંપત્તિ છે.ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીનું નામ પણ આ વર્ષના ટોપ ગેઇનર્સની યાદીમાં છે. જેફ બેઝોસ પછી અદાણી સૌથી મોટા સંપત્તિ સર્જકોમાં સામેલ છે. કમાણીની આ યાદીમાં અદાણી પાંચમા સ્થાને છે.વિશ્વના અબજોપતિઓની યાદીમાં 12મા ક્રમે રહેલા અદાણીએ આ વર્ષે તેમની નેટવર્થમાં 19.2 બિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે. હવે તેની પાસે 104 બિલિયન ડોલરની નેટવર્થ છે. બીજી તરફ, મુકેશ અંબાણી કમાણીની બાબતમાં અદાણીથી બે સ્થાન નીચે અને સંપત્તિમાં એક સ્થાન ઉપર છે. વિશ્વના અબજોપતિઓમાં 11મા સ્થાને રહેલા અંબાણી કમાણીમાં સાતમા સ્થાને છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 18.2 અબજ ડોલરનો વધારો થયો છે. હવે તેની પાસે 115 બિલિયન ડોલરની નેટવર્થ છે.
વિશ્વના અમીરોનો યાદીમાં ભારે ઉથલપાથલ, વાંચો અંબાણી અને અદાણીનું શુ છે સ્થાન
વિશ્વના અમીરોની યાદીમાં ભારે ઉથલપાથલ થઈ છે. જેફ બેઝોસે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ એલોન મસ્ક પાસેથી છીનવી લીધો છે.
New Update