વિદેશી રોકાણકારોના કારણે બજાર પર અસર, આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો..

વૈશ્વિક બજારમાં તેજી અને વિદેશી ભંડોળના પ્રવાહને કારણે શેરબજારને વેગ પકડવામાં મદદ મળી છે. સોમવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું

New Update
વિદેશી રોકાણકારોના કારણે બજાર પર અસર, આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો..

વૈશ્વિક બજારમાં તેજી અને વિદેશી ભંડોળના પ્રવાહને કારણે શેરબજારને વેગ પકડવામાં મદદ મળી છે. સોમવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું, પરંતુ આજે બજારે ફરી એકવાર જોર પકડ્યું છે. આજે આઈટી ઈન્ડેક્સ શેરોમાં ખરીદારી જોવા મળી છે.

આજે BSE સેન્સેક્સ 493.4 પોઈન્ટ ઉછળીને 71,848.62 પર પહોંચ્યો હતો. નિફ્ટી 160.65 પોઈન્ટ વધીને 21,673.65 પર પહોંચ્યો હતો.

આજે સેન્સેક્સની તમામ કંપનીઓ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહી હતી. તેમાં ટોપ ગેઈનર્સ વિપ્રો, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોસીસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ટાટા મોટર્સ, ટાઈટન અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરનો સમાવેશ થાય છે.

Latest Stories