Connect Gujarat
બિઝનેસ

નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજાર લાલ રંગમાં ખુલ્યું, સેન્સેક્સ 369 પોઇન્ટમાં ઘટાડો

નબળા વૈશ્વિક સંકેતો અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણને કારણે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું.

નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજાર લાલ રંગમાં ખુલ્યું, સેન્સેક્સ 369 પોઇન્ટમાં ઘટાડો
X

નબળા વૈશ્વિક સંકેતો અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણને કારણે બુધવારે (16 ઓગસ્ટ, 2023) ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. 30 શેરવાળો સેન્સેક્સ 369.03 પોઈન્ટ ઘટીને 65,032.89 પર અને નિફ્ટી 117.35 પોઈન્ટ ઘટીને 19,317.20 પર ખુલ્યો હતો.

આજે NSE પર, IT, સરકારી બેંક, રિયલ્ટી અને મીડિયા સૂચકાંકો લીલા રંગમાં છે, જ્યારે ઑટો, ફાર્મા, મેટલ, એનર્જી, ઇન્ફ્રા સૂચકાંકો લાલ રંગમાં ખુલ્લા છે. સવારે 10 વાગ્યા સુધી 1075 શેર લીલા નિશાનમાં અને 874 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ભારતીય બજારમાં ઘટાડાનું એક કારણ સોમવારે આવેલા ફુગાવાના આંકડા છે. જુલાઈમાં રિટેલ મોંઘવારી દર 7.44 ટકાના 15 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે.

Next Story