કારોબારી સપ્તાહમાં પ્રથમ વખત બજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો..!

ગુરુવારે શેરબજારમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. બજાજ ફાઈનાન્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં ખરીદીથી બજારને ફાયદો થયો છે.

New Update
કારોબારી સપ્તાહમાં પ્રથમ વખત બજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો..!

ગુરુવારે શેરબજારમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. બજાજ ફાઈનાન્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં ખરીદીથી બજારને ફાયદો થયો છે. આજે સેન્સેક્સ 277.82 પોઈન્ટ વધારા સાથે 71,634.42 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 73.50 પોઈન્ટ વધારા સાથે 21,590.80 પોઈન્ટ્સ પર પહોંચ્યો હતો. સમાચાર લખાય છે ત્યારે એનએસઈ પર લગભગ 1923 શેર લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા અને 442 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

સેન્સેક્સ પેકમાં બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, પાવર ગ્રીડ, ઇન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે, ટાઇટન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચના ગેનર હતા. બીજી તરફ HCL ટેક, ટાટા સ્ટીલ, મારુતિ અને ભારતી એરટેલ લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યાં છે.

નિફ્ટી પર બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ અને ઇન્ફોસિસના શેરો ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે BPCL, બજાજ ઑટો, ડૉ રેડ્ડીઝ લેબ્સ, L&T અને HCL ટેક્નૉલૉજીસ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે.

Latest Stories