Connect Gujarat
બિઝનેસ

સપ્તાહના પહેલા દિવસે બજાર લાલ નિશાન પર ખૂલ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો..

26 ફેબ્રુઆરી 2024ના રોજ, શેરબજારના બંને સૂચકાંકો લાલ નિશાન પર ખુલ્યા. ગયા સપ્તાહે બજાર મામૂલી ઘટાડા સાથે બંધ થયું હતું..

સપ્તાહના પહેલા દિવસે બજાર લાલ નિશાન પર ખૂલ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો..
X

26 ફેબ્રુઆરી 2024 (સોમવાર) ના રોજ, શેરબજારના બંને સૂચકાંકો લાલ નિશાન પર ખુલ્યા. ગયા સપ્તાહે બજાર મામૂલી ઘટાડા સાથે બંધ થયું હતું. આજે સેન્સેક્સ 210.92 પોઈન્ટ અથવા 0.29 ટકા ઘટીને 72,931.88 પર ખુલ્યો હતો. નિફ્ટી 58.40 પોઈન્ટ અથવા 0.26 ટકા ઘટીને 22,154.30 પર આવી ગયો. સમાચાર લખાય છે ત્યારે નિફ્ટી પર લગભગ 1815 શેર લીલા નિશાનમાં અને 888 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

નિફ્ટી પર, અદાણી એન્ટરપ્રાઇઝિસ, પાવર ગ્રીડ કોર્પોરેશન, સિપ્લા, એલએન્ડટી અને ડો. રેડ્ડીઝ લેબ્સના શેર્સ લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે એશિયન પેઇન્ટ્સ, ટાઇટન કંપની, એચડીએફસી લાઇફ, બીપીસીએલ અને એલટીઆઇમિન્ડટ્રી લાલ નિશાનમાં છે.

Next Story