Connect Gujarat
બિઝનેસ

બજાર ફરી નીચલા સ્તરે પહોંચ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટ્સનો ઘટાડો..

બુધવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર નીચા સ્તરે બંધ થયું હતું. આજે સવારે બજાર લીલા નિશાન પર ખુલ્યું છે.

બજાર ફરી નીચલા સ્તરે પહોંચ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટ્સનો ઘટાડો..
X

બુધવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર નીચા સ્તરે બંધ થયું હતું. આજે સવારે બજાર લીલા નિશાન પર ખુલ્યું છે. બંને મુખ્ય સૂચકાંક નીચા સ્તરે બંધ રહ્યા હતા. આજે સેન્સેક્સ 434.31 પોઈન્ટ ઘટીને 72,623.09 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 142.00 પોઈન્ટ્સ ઘટીને 22,055.00 પર છે. આજે નિફ્ટી પર લગભગ 1227 શેર લીલા રંગમાં અને 2078 શેર લાલ રંગમાં બંધ થયા હતા. આજે, રિયલ્ટી અને પીએસયુ બેંક સિવાય, સેક્ટરના અન્ય તમામ સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 1-1 ટકા ઘટ્યા હતા.

નિફ્ટીમાં ટોચના નુકસાનમાં BPCL, કોલ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પ અને NTPC હતા, જ્યારે ટાટા સ્ટીલ, SBI, JSW સ્ટીલ, ICICI બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક ઉછાળા સાથે બંધ થયા હતા.

Next Story