રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડીને સૌથી ધનાઢ્ય ભારતીય બની ગયા છે. અંબાણી 8.08 લાખ કરોડની સંપત્તિ સાથે મંગળવારે જાહેર કરાયેલા '360 વન વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2023'માં ટોચ પર છે. આ યાદીમાં ગૌતમ અદાણી બીજા સ્થાને સરકી ગયા છે, હાલમાં તેમની સંપત્તિ 4.74 લાખ કરોડ રૂપિયા છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના કારણે અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારતના સૌથી અમીર લોકોનું આ હુરુન ઈન્ડિયાનું 12મી વાર્ષિક રેન્કિંગ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક સાયરસ એસ. પૂનાવાલા રૂ. 2.78 લાખ કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને યથાવત્ છે. HCLના શિવ નાદર રૂ. 2.28 લાખ કરોડની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે અને ગોપીચંદ હિન્દુજા રૂ. 1.76 લાખ કરોડની સંપત્તિ સાથે પાંચમા સ્થાને છે. સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને નેતા દિલીપ સંઘવી 1.64 લાખ કરોડની સંપત્તિ સાથે 6ઠ્ઠા નંબરે રહ્યા. એલ. એન મિત્તલ, રાધાકિશન દામાણી, કુમાર મંગલમ બિરલા અને નીરજ બજાજ પણ ટોપ-10ની યાદીમાં સામેલ છે.
ગૌતમ અદાણીને પાછળ છોડી મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી ધનાઢ્ય વ્યકતી, 8.08 લાખ કરોડની સંપતિ....
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડીને સૌથી ધનાઢ્ય ભારતીય બની ગયા છે.
New Update