/connect-gujarat/media/media_files/2025/03/01/8lgM0wc87d4HTf03nABw.jpg)
તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઇન્ડિયન ઓઇલ દ્વારા જારી કરાયેલા નવા દર મુજબ આ સિલિન્ડર હવે દિલ્હીમાં ૧૮૦૩ રૂપિયામાં ઉપલબ્ધ થશે. ફેબ્રુઆરીમાં તેની કિંમત 1797 રૂપિયા હતી. જ્યારે જાન્યુઆરીમાં તે 1804 રૂપિયા હતી. 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG ના ભાવની સમીક્ષા કરે છે. ઘરેલુ LPG સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં, 14 કિલોગ્રામનું ઘરેલું LPG સિલિન્ડર હજુ પણ 803 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે. કોલકાતામાં તેનો દર 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા રહેશે.કોલકાતામાં 19 કિલોગ્રામનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે 1913 રૂપિયામાં મળશે. ફેબ્રુઆરીમાં તે 1907 રૂપિયા હતું. તે જ સમયે, મુંબઈમાં તેની કિંમત હવે 1755.50 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ફેબ્રુઆરીમાં તે 1749.50 રૂપિયા અને જાન્યુઆરીમાં 1756 રૂપિયા હતી.