Connect Gujarat
બિઝનેસ

તહેવારો પહેલા ઘટશે ખાધ્ય તેલના ભાવ,વાંચો મોદી સરકારે શું લીધો નિર્ણય !

તહેવારો પહેલા ઘટશે ખાધ્ય તેલના ભાવ,વાંચો મોદી સરકારે શું લીધો નિર્ણય !
X

આમ આદમીને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે સોયા તેલ અને સુરજમુખી તેલની ઈમ્પોટ ડ્યુટીને ઘટાડી દીધી છે. તેને 15 ટકા ઘટાડીને 7.5 ટકા કરી દીધી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે તેનો સીધો મતલબ એ છે કે વિદેશથી આયાત થતુ ખાદ્ય તેલ સસ્તુ થઈ જશે.

હાલના સમયમાં એક વર્ષમાં ભારત સરકાર 60,000 થી 70,000 કરોડ રૂપિયા ખર્ચ કરી 1.5 કરોડ ટન ખાદ્ય તેલની ખરીદી કરે છે. કારણ કે ઘરેલુ ઉત્પાદન લગભગ 70-80 લાખ ટન છે. જ્યારે દેશને પોતાની વસ્તુ માટે વર્ષે લગભગ 2.5 કરોડ ટન ખાદ્ય તેલની જરૂર પડે છે. ભારતે ગયા વર્ષે 72 લાખ ટન પામ ઓઈલ મલેશિયા અને ઈન્ડોનેશિયાથી આયાત કર્યું હતું.34 લાખ ટન સોયા તેલની આયાત બ્રાઝીલ અને અર્જેન્ટીનાથી અને 25 લાખ ટન સુરજમુખી તેલની આયાત રશિયા અને યુક્રેનથી કરી હતી.

ભારતમાં મલેશિયા અને ઈન્ડોનેશિયા બન્ને દેશોથી પામ ઓઈલની આયાત કરવામાં આવે છે. માંગ અને આપુર્તિના ગેપના કારણે ઘરેલુ બજારમાં ભાવ પર અસર પડે છે. કેન્દ્ર સરકારે એક રાજ્ય પત્ર જાહેર કરી સોયા ડીગમ અને સનફ્લાવર પર આયાતના ભાવમાં 7.5 ટકા કપાત કર્યો છે. તેની આગળ તહેવાર નજીક હોવાના કારણે ખાદ્ય તેલની ખરીદી વધવાના કારણે ગ્રાહકોને થોડી રાહત મળશે.

પરંતુ આ વખતે સરકારે કપાત અમુક સમય માટે એટલે કે 30 સપ્ટેમ્બર સુધી કરી છે. અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંધના રાષ્ટ્રીય અદ્યક્ષ શંકર ઠક્કરનું કહેવું છે કે સરકાર ઈચ્છે તો જેવી રીતે આજે આયાતના કિંમતો પર કાપ મુક્યો છે એવી જ રીતે ગમે ત્યારે પરત પણ લઈ શકે છે પરંતુ લાંબા સમય સુધી તેને ચાલુ રાખવાના કારણે અમુક વર્ષ તેનો ગેરફાયદો પણ ઉઠાવી શકે છે. શંકર ઠક્કરે કહ્યું કે આ પગલાં પર ખેડૂતોને પરેશાન થવાની કોઈ જરૂર નથી પરંતુ સરકાર હાલમાં જ 11000 કરોડ રૂપિયાની યોજના લાવી છે અને આગળ પણ બજાર સારૂ રહેવાની સંભાવના છે.

Next Story