પેટ્રોલના ભાવ પર મળી શકે છે 'સારા સમાચાર'.! ભાવમાં ઘટાડો થવાની સંભાવના

New Update

વૈશ્વિક કોરોના મહામારીને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા પર ભારે અસર પડી છે. જેના કારણે કાચા તેલના ભાવ વધ્યા છે. ભારતમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ધરખમ વધારો થયો છે. પરંતુ હવે એવી ખુશખબરી સામે આવી છે કે આગામી દિવસોમાં પેટ્રોલના ભાવ 5 રુપિયા સુધી ઘટવાના છે. કાચા તેલના ભાવ ઘટવાને કારણે તેની સીધી અસર ભારતમાં પણ જોવા મળશે .

જોકે, હાલ ઘણા બધા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પાર પહોચી ગયા છે. જોકે છેલ્લા 2 સપ્તાહમાં ભાવ વધારો નથી થયો. એક્સપર્ટોનું કહેવું છે કે વેસ્ટ ટેક્સાસ ઈંનટરમીડિએટ ક્રૂડ 1.18 ટકાથી ઘટીને 73.08 ડોલર પ્રતિ બેરલ રહ્યો છે. જ્યારે લંડન સ્થિત આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક 74.66 ડોલર પ્રતિ બેરલ પહોચ્યો છે.

આ મુદ્દે એક્સપર્ટોનું કહેવું છે કે અમેરિકા અને ચિન સહિત વિશ્વના દેશોમાં કોરોનાના આંકડા જે રીતે વધી રહ્યા છે તેની સીધી અસર આપણે જોઈ શકીએ છે. કે પેટ્રોલના ભાવ વધ્યા છે. તેના પાછળનું કારણ એ છે કે કાચા તેલની કિંમતોમાં ધરખમ વધારો થયો છે.

મહત્વનુ છે કે, જો ક્રુડ ઓઈલનું ઉત્પાદન વધે તો કાચા તેલની કિંમત 65 ડોલર પ્રતિ બેરલ સુધી પહોચશે. હાલ પ્રતિબેરલનો ભાવ 72 થી 75 ડોલરનો છે. હવે ઉત્પાદન ધીરે ધીરે વધી રહ્યું છે. જેને કારણે પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

Latest Stories