મધ્ય-પૂર્વ એશિયામાં વધતા સંઘર્ષ અને યુએસ રિટેલ વેચાણના ડેટાની અપેક્ષા કરતાં વધુ સારા થયા બાદ વ્યાજદરમાં વધારાની ચિંતા વચ્ચે બુધવારે ભારતીય શેરબજારોમાં નજીવો ઘટાડો થયો હતો. બુધવારે સવારે ભારતીય શેરબજારની શરૂઆત થઈ હતી. આ સમયગાળા દરમિયાન મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુ લપસી ગયો હતો અને 66,350ની નીચે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.બીજી તરફ નિફ્ટી પણ 19800ની નીચે પહોંચી ગયો હતો.
માર્કેટમાં ફાઇનાન્શિયલ સેક્ટરના શેર્સમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. ટાટા મોટર્સ, આઈટીસી અને સન ફાર્મા જેવા શેર બીએસઈ સેન્સેક્સ પર શરૂઆતના વેપારમાં લીલા રંગમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. બીજી તરફ HCL ટેક, એશિયન પેઇન્ટ્સ અને M&Mના શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
NSE નિફ્ટીમાં સિપ્લા અને હિન્દાલ્કોના શેર લીલા નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા, જ્યારે બજાજ ફાઇનાન્સ અને પાવર ગ્રીડના શેર લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. બજાજ ફાઇનાન્સના શેરમાં 1.21 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.