New Update
/connect-gujarat/media/post_banners/5bdaa475b1a5f3ecf6399c7720f0f6621d05d683f95fbea7c6ad63d076df5c1a.webp)
ગઈકાલની તેજી આજે પણ બજારમાં જળવાઈ રહી છે. શેરબજારમાં શાનદાર તેજી સાથે શરૂઆત થઈ છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60566.42ની સામે 294.99 પોઈન્ટ વધીને 60861.41 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18014.6ની સામે 75.20 પોઈન્ટ વધીને 18089.8 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42630.15ની સામે 197.60 પોઈન્ટ વધીને 42827.75 પર ખુલ્યો હતો.
શેરબજારની આ તેજીમાં આજે રોકાણકારોની સંપત્તિમાં લગભગ 2 લાખ કરોડનો વધારો થયો છે. સોમવારે બજાર બંધ થયું ત્યારે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 2,77,99,810.07 કરોડ હતું. તે જ સમયે, બજારની પ્રારંભિક તેજીમાં, તે વધીને 2,79,65,946.69 કરોડ થઈ ગયું.