રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના રેપો રેટ બાદ આજે શેરબજાર તેના નવા ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે શરૂઆતના ટ્રેડિંગમાં નવા રેકોર્ડને સ્પર્શ્યું હતું. બજાર ખુલ્યા પછી તરત જ, સેન્સેક્સ 70,048ની તેની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીને સ્પર્શ્યો હતો, જ્યારે નિફ્ટી 50 પણ તેની નવી સર્વકાલીન ઉચ્ચતમ 21,019ને સ્પર્શી ગયો હતો.
સમાચાર લખાય છે ત્યાં સુધી સેન્સેક્સ 132.53 અંક વધીને 69,958.13 પર અને નિફ્ટી 15 અંક વધીને 20,984.65 પર ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી 163 પોઈન્ટ ઉછળીને 47,425 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.