Connect Gujarat
બિઝનેસ

શેરબજારમાં તેજી પાછી ફરી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળતા રોકાણકારો ખુશ

આજે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 122.24 અંકના વધારા સાથે 58,421.04 પોઈન્ટના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 41.65 પોઈન્ટની તેજી સાથે 17,423.65ના સ્તરે ખુલ્યું.

શેરબજારમાં તેજી પાછી ફરી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળતા રોકાણકારો ખુશ
X

વિશ્વના બજારમાં જોવા મળી રહેલા ભારે ઉતાર ચડાવ ને પગલે ભારતીય શેરબજાર ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. ગઈ કાલે થયેલા કડાકા બાદ આજે જો કે ફરીથી બજારમાં દમ જોવા મળી રહ્યો છે. પ્રી ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 83.03 પોઈન્ટના વધારા સાથે 58381.83ના સ્તરે જોવા મળ્યો જ્યારે નિફ્ટી 21.50 પોઈન્ટના વધારા સાથે 17360.50 ના સ્તરે જોવા મળ્યો.

આજે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 122.24 અંકના વધારા સાથે 58,421.04 પોઈન્ટના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 41.65 પોઈન્ટની તેજી સાથે 17,423.65ના સ્તરે ખુલ્યું. હાલ સવારે સાડા નવ વાગ્યે બજારની સ્થિતિ જોઈએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 171.39 પોઈન્ટના વધારા સાથે 58470.19ના સ્તરે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 51.30 પોઈન્ટના વધારા સાથે 17433.30ના સ્તરે જોવા મળી રહ્યો છે. હજુ પણ તેજીનો માહોલ સતત ચાલુ છે.

તો બીજીબાજુ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં અલ્ટ્રા ટેક સિમેન્ટ, ભારતી એરટેલ, ગ્રાસિમ, શ્રી સિમેન્ટ, લાર્સન શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં અલ્ટ્રા ટેક સિમેન્ટ, ભારતી એરટેલ, એસ બી આઈ, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેંકના શેર જોવા મળે છે.

Next Story