નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સ મજબૂત થયા છે. સેન્સેક્સ 929 પોઈન્ટ વધીને 59183 પર બંધ થયો.ભારતીય શેરબજાર માટે આજે વૈશ્વિક સંકેતો સારા છે.
યુએસમાં બજારો માટે નવા વર્ષની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. ત્રણેય મુખ્ય યુએસ બજારો સારી સ્થિતિમાં બંધ થયા હતા. બીજી તરફ એશિયાના મોટાભાગના બજારોમાં પણ આજે ખરીદી જોવા મળી રહી છે. સોમવારે ડાઉ જોન્સ 247 પોઈન્ટ વધીને 36,585 પર બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેકમાં 188 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. S&P 500 ઈન્ડેક્સ 30 પોઈન્ટ વધીને 4,796.56 પર બંધ થયો હતો. કોવિડ 19ના વધતા જતા કેસ છતાં રોકાણકારોએ નવા વર્ષની શરૂઆતમાં અર્થતંત્રમાં વિશ્વાસ દર્શાવ્યો છે. એશિયાની વાત કરીએ તો SGX નિફ્ટીમાં ફ્લેટ ટ્રેડિંગ છે. નિક્કી 225, સ્ટ્રેટ્સ ટાઇમ્સ અને હેંગસેંગ તેજીમાં છે. કોસ્પી લાલ નિશાન નીચે છે પરંતુ તાઈવાન વેઈટેડ અને શાંઘાઈ કંપોઝીટ્સ મજબૂત સ્થિતિમાં છે.