Connect Gujarat
બિઝનેસ

ટાટાની ટીસીએસે રચ્યો ઈતિહાસ! આઇટી સેવામાં વિશ્વની બીજી સૌથી મોટી કંપની

ટાટા કન્સલ્ટન્સી સિવાય, અન્ય ભારતીય જાયન્ટ્સ જેમ કે ઈન્ફોસિસ અને ચાર ટેક કંપનીઓએ ટોચની 25 આઈટી સર્વિસ બ્રાન્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

ટાટાની ટીસીએસે રચ્યો ઈતિહાસ! આઇટી સેવામાં વિશ્વની બીજી સૌથી મોટી કંપની
X

ટાટા કન્સલ્ટન્સી સર્વિસે (TCS) નવો રેકોર્ડ બનાવ્યો છે. ટાટા કન્સલ્ટન્સી સમગ્ર વિશ્વમાં આઇટી સેવા ક્ષેત્રે બીજી સૌથી મૂલ્યવાન કંપની તરીકે ઉભરી આવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા જારી કરાયેલા 'બ્રાન્ડ ફાઈનાન્સ'ના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ટાટા કન્સલ્ટન્સી સિવાય, અન્ય ભારતીય જાયન્ટ્સ જેમ કે ઈન્ફોસિસ અને ચાર ટેક કંપનીઓએ ટોચની 25 આઈટી સર્વિસ બ્રાન્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એ ટાટા ગ્રુપની સૌથી મહત્વપૂર્ણ કંપનીઓમાંની એક છે જે આઇટી સેવાઓ સાથે વ્યવહાર કરે છે. ઈન્ફોસિસ પણ આઈટીની મોટી કંપની છે, પરંતુ TCSની સરખામણીમાં દુનિયામાં આટલું મોટું નામ કોઈ નથી. જો આપણે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી 10 આઈટી સર્વિસ બ્રાન્ડ્સ પર નજર કરીએ, તો તમામ 6 મોટી ભારતીય બ્રાન્ડ્સ આમાં સામેલ છે. આ આંકડો 2020-22નો છે. એક્સેન્ચરનું નામ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે, જે સૌથી મૂલ્યવાન અને મજબૂત IT બ્રાન્ડ છે. ભારતની IT કંપનીઓએ 2020 અને 2022 ની વચ્ચે સૌથી ઝડપી વૃદ્ધિ મેળવી છે જે લગભગ 51 ટકા છે. જો કે આ જ સમયગાળામાં અમેરિકન કંપનીઓની વૃદ્ધિ પર નજર કરીએ તો ભારતીય કંપનીઓ તેમની પાસેથી 7 ટકા પાછળ રહી ગઈ છે.

Next Story