મોદી સરકાર 3.0ની અસર ! શેરબજારે ઇતિહાસ રચ્યો

શેરબજાર ને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ દેશમાં NDA સરકાર સત્તામાં આવી છે અને PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. આ તરફ શેરબજારે સોમવારે ઈતિહાસ રચ્યો હતો.

શેરબજાર
New Update

શેરબજાર ને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ દેશમાં NDA સરકાર સત્તામાં આવી છે અને PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. આ તરફ શેરબજારે સોમવારે ઈતિહાસ રચ્યો હતો.

વાસ્તવમાં સપ્તાહના પહેલા દિવસે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સે 323.64 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત 77,000ની સપાટીને પાર કરી હતી. તે 77,017ના સ્તરે ખુલ્યો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ બજાર ખુલતાની સાથે જ 105 પોઈન્ટ ઉછળ્યો હતો. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 1618.85 પોઈન્ટ અથવા 2.16 ટકાના ઉછાળા સાથે 76,693.41 પર બંધ થયો.

#ઈતિહાસ #PM નરેન્દ્ર મોદી #શેરબજાર
Here are a few more articles:
Read the Next Article