Connect Gujarat
બિઝનેસ

Breaking News: કાપડના વેપારીઓ માટે ખુશખબર, GSTનો દર 12 ટકા નહીં પણ 5 ટકા જ રહેશે

કાપડ ઉપર GST 5 ટકા જ રાખવાનો નિર્ણય હાલ પૂરતો લેવામાં આવ્યો છે. આગામી બેઠકમાં તમામ રાજ્યો સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે

Breaking News: કાપડના વેપારીઓ માટે ખુશખબર, GSTનો દર 12 ટકા નહીં પણ 5 ટકા જ રહેશે
X

આવતીકાલ એટલે 1 જાન્યુઆરી 2022થી GSTના નવા દર લાગુ થવા થઈ હતા ત્યારે ગુજરાતના કાપડ વેપારીઑને આ નિર્ણયનો સૌથી મોટો ફટકો પડ્યો હતો પણ આજે દિલ્લીમાં નાણા મંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે કાપડ ઉપર હાલ પુરતો 5 ટકા GST જ રહેશે. એટલે કે કાપડ ઉપર 12 ટકા GST લગાવવાનો પ્રસ્તાવ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાતના ટેક્ષટાઈલ ઉદ્યોગકારોએ કાપડ ઉપર GSTના વધારાનો વિરોધ કર્યો હતો જે બાદ રાજ્ય સરકાર અને સી.આર.પાટીલે પણ કેન્દ્રમાં રજૂઆત કરી હતી. જે બાદ કાપડ ઉપર GST 5 ટકા જ રાખવાનો નિર્ણય હાલ પૂરતો લેવામાં આવ્યો છે. આગામી બેઠકમાં તમામ રાજ્યો સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે કે GST વધારવો જોઈએ કે નહીં?

Next Story