/connect-gujarat/media/media_files/GnnZPIDf5ycLXyHrV7dt.jpg)
ભારતીય શેરબજાર કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ફ્લેટ ખુલ્યું. સેન્સેક્સ 13 પોઈન્ટ ઘટીને ઓપન થયું, તો નિફ્ટી 22,561 પર ખૂલ્યો.
આજના ટ્રેડિંગ દરમિયાન તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક, NMDC, જિંદાલ સ્ટેનલેસ, સુદર્શન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, રેલ વિકાસ નિગમ, રાઇટ્સ, લૌરસ લેબ્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ટરગ્લોબ એવિએશન, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, TCPL પેકેજિંગ, અવંતિ ફીડ્સ, કેમ્પસ એક્ટિવવેર અને બાલાજી ફોસ્ફેટ્સના શેર ફોકસમાં રહેશે.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 1.85%, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.12% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.046% ઘટ્યો છે. 6 માર્ચે, વિદેશી રોકાણકારો (FII) એ 2,377.32 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ રૂ. 1,617.80 કરોડના શેર ખરીદ્યા. 6 માર્ચે, અમેરિકાનો ડાઉ જોન્સ 0.99% ઘટીને 42,579 પર બંધ થયો. S&P 500 1.78% ઘટ્યો અને Nasdaq Composite 2.61% ઘટ્યો.