New Update
બિઝનેસ | સમાચારહિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ આજે સોમવાર 12મી ઓગસ્ટે શેરબજાર સામાન્ય ઘટાડા સાથે ઓપન થયું છે. શેરબજારમાં તાત્કાલિક મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી અને બજાર નજીવા ઘટાડા સાથે ખુલ્યું છે. ઓલા ઇલેક્ટ્રિકના રોકાણકારો માટે તેજી જોવા મળી રહી છે.
શેરબજારમાં આજે ઘટાડાનો ડર હતો અને સ્થાનિક શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઈ છે. BSE સેન્સેક્સ 375.79 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 79,330.12 પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 47.45 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 24,320.05 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ શરૂઆતની મિનિટોમાં અદાણીના શેરમાં 2 થી 2.5 ટકાની નબળાઈ જોવા મળી હતી.
Latest Stories