Connect Gujarat
બિઝનેસ

સપ્તાહના પહેલા દિવસે બજાર લાલ રંગમાં ખુલ્યું, સેન્સેક્સ 43 અને નિફ્ટી 16 પોઈન્ટ તૂટ્યો...!

આજથી એક નવું વ્યાપારી સપ્તાહ શરૂ થયું છે. છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.

સપ્તાહના પહેલા દિવસે બજાર લાલ રંગમાં ખુલ્યું, સેન્સેક્સ 43 અને નિફ્ટી 16 પોઈન્ટ તૂટ્યો...!
X

આજથી એક નવું વ્યાપારી સપ્તાહ શરૂ થયું છે. છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. આજે સવારે બજારના બંને મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા હતા.

આજે સેન્સેક્સ 43.41 પોઈન્ટ અથવા 0.06 ટકા ઘટીને 71,552.08 પર અને નિફ્ટી 16.80 પોઈન્ટ અથવા 0.08 ટકા ઘટીને 21,765.70 પર ખુલ્યો હતો. નિફ્ટી પર લગભગ 1716 શેર લીલા નિશાનમાં અને 883 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો

નિફ્ટી પર, ડિવિસ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, યુપીએલ, એચસીએલ ટેક્નોલોજીસ અને વિપ્રોના શેર્સ લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, કોલ ઈન્ડિયા અને એસબીઆઈ ટોપ લોઝર છે.

સેન્સેક્સ પેકમાં, વિપ્રો, એચસીએલ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે પાવરગ્રીડ, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ, ભારતી એરટેલ અને ICICI બેંક પાછળ છે.

Next Story