Connect Gujarat
બિઝનેસ

ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે બજારની શરૂઆત લાલ નિશાન પર..

22 માર્ચ, 2024ના રોજ શેર બજાર લાલ નિશાન પર શરૂ થયું છે. આગલા દિવસે ફેડ તરફથી મળતા વ્યાજના સંકેતોથી બજારને ફાયદો થયો હતો.

ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે બજારની શરૂઆત લાલ નિશાન પર..
X

22 માર્ચ, 2024 (શુક્રવાર) ના રોજ, શેર બજાર લાલ નિશાન પર શરૂ થયું છે. આગલા દિવસે ફેડ તરફથી મળતા વ્યાજના સંકેતોથી બજારને ફાયદો થયો હતો. આજે સેન્સેક્સ 177.89 પોઈન્ટ અથવા 0.24 ટકા ઘટીને 72,463.30 પર ખુલ્યો હતો. નિફ્ટી 48.20 પોઈન્ટ અથવા 0.22 ટકા ઘટીને 21,963.80 પર આવી ગયો.સમાચાર લખાય છે ત્યારે નિફ્ટી પર લગભગ 1423 શેર લીલા અને 637 શેર લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

નિફ્ટી પર HCL ટેક્નોલોજી, ઈન્ફોસિસ, વિપ્રો, TCS અને ટેક મહિન્દ્રાના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે UPL, સન ફાર્મા, અદાણી એન્ટરપ્રાઈઝ, ટાઈટન કંપની અને ભારતી એરટેલના શેર લીલા રંગમાં છે.

HCL ટેક્નોલોજી, વિપ્રો, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને ટાટા મોટર્સના શેર સેન્સેક્સમાં લાલ નિશાનમાં છે. સન ફાર્મા, ટાઈટન, ભારતી એરટેલ અને આઈટીસીના શેરમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.


Next Story