નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ 8 દવાઓના 11 ફોર્મ્યુલેશનના ભાવમાં 50 ટકાનો કર્યો વધારો

નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ 8 દવાઓના 11 ફોર્મ્યુલેશનના ભાવમાં 50 ટકાનો વધારો કર્યો છે. આ દવાઓના ફોર્મ્યુલેશનની કિંમતમાં થયેલા વધારા કારણે આ નિર્ણય લેવામાં આવ્યો

medical
New Update

નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ (National Drug Pricing Authority) 8 દવાઓના 11 ફોર્મ્યુલેશનના ભાવમાં 50 ટકાનો વધારો કર્યો છે. આ દવાઓના ફોર્મ્યુલેશનની કિંમતમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટી સાથેની બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Ministry of Health and Family Welfare)  દ્વારા દવાના ફોર્મ્યુલેશનના ભાવમાં 100 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ દવાઓના મહત્તમ દર એટલા ઓછા હતા કે તેનું ઉત્પાદન અને માર્કેટિંગ કરતી કંપનીઓને નુકસાન થઈ રહ્યું હતું. આ કારણે કેટલીક કંપનીઓએ તેનું માર્કેટિંગ પણ બંધ કરી દીધું હતું. આ પછી કેટલીક કંપનીઓએ NPPAને તેમનું માર્કેટિંગ બંધ કરવાની અપીલ પણ કરી હતી. આ ખૂબ જ પાયાની દવાઓ હોવાથી તેના પુરવઠાને ભારે અસર થઈ હતી અને દર્દીઓની સાથે ડોક્ટરોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

એનપીપીએ દ્વારા જે દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં ગ્લુકોમા, અસ્થમા, ટીબી, થેલેસેમિયા અને માનસિક સ્વાસ્થ્યની સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે. જે ફોર્મ્યુલેશનના દરમાં વધારો થયો છે તેમાં બેન્ઝિલ પેનિસિલિન 10 લાખ IU ઇન્જેક્શન, સાલબુટામોલ ટેબ્લેટ્સ 2 મિલિગ્રામ અને 4 મિલિગ્રામ અને રેસ્પિરેટર સોલ્યુશન 5 મિલિગ્રામ/એમએલનો સમાવેશ થાય છે. આ દવાઓનો ઉપયોગ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ તરીકે થાય છે.

આ ઈન્જેક્શનની કિંમતમાં પણ વધારો થયો

-સફડ્રોક્સિલ ટેબ્લેટ્સ 500 મિલિગ્રામ

-એટ્રોપિન ઇન્જેક્શન 06 મિલિગ્રામ/એમએલ

-સ્ટ્રેપ્ટોમાઇસિન પાવડર 750 મિલિગ્રામ અને 1000 મિલિગ્રામ

-ડેસ્ફેરિઓક્સામાઇન 500 મિલિગ્રામ

#formulations #increased #National Drug Pricing Authority
Here are a few more articles:
Read the Next Article