ક્રિપ્ટો ટ્રેડિંગમાં ચોક્કસ મર્યાદા બાદ TDS કે TCS લાગુ થાય એવી શક્યતા,વાંચો બજેટમાં શું થઈ શકે છે જાહેરાત

આગામી સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ પર ટીડીએસ કે ટીસીએસ લાગુ કરવામાં આવે એવી સંભાવના છે.

New Update

આગામી સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ પર ટીડીએસ કે ટીસીએસ લાગુ કરવામાં આવે એવી સંભાવના છે. ક્રિપ્ટો ટ્રેડિંગમાં ચોક્કસ મર્યાદા બાદ આ ટીડીએસ કે ટીસીએસ લાગુ થાય એવી શક્યતા છે. ક્રિપ્ટો માટે થતા ટ્રાન્ઝેક્શનમાં રિપોટિંગ ઇન્કમટેક્સ વિભાગને પણ કરવામાં આવે એવી શક્યતા છે. સાથે જ સરકાર ક્રિપ્ટોકરન્સી વેચાણ દ્વારા આવક પર 30 ટકા સુધીનો ઊંચો ટેક્સ વસૂલવામાં આવે સંભાવના છે. કેન્દ્ર સરકાર આગામી 1લી ફેબ્રુઆરી વર્ષ 2022-23 માટેનું બજેટ રજુ કરશે. આ બજેટમાં ક્રિપ્ટો મુદ્દે મહત્ત્વની જાહેરાતો થવાની શક્યતા છે. હાલ દુનિયાભરના દેશો માં ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓ માં ભારતીયો મોખરે છે. ભારતમાં 10.7 કરોડ લોકો ક્રિપ્ટોમાં રોકાણ કરે છે. અહેવાલો મુજબ 2030 સુધીમાં ક્રિપ્ટો કરન્સીમાં ભારતીયોનું રોકાણ 241 મિલિયન ડોલર થઈ જશે.સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી અંગેનું બિલ રજૂ કરવાની સરકારની યોજના હતી. પણ બાદમાં સરકારે શિયાળુ સત્રમાં બિલ રજૂ મોકૂફ રાખ્યું હતું. હવે આગામી બજેટ સત્રમાં બિલ રજુ કરાય એવી શક્યતા છે. જો સરકાર ક્રિપ્ટોમાં રોકાણ પર પ્રતિબંધ નહીં મુકે તો એવી શક્યતા છે કે ક્રિપ્ટોકરન્સી પર ઊંચો ટેક્સ લાગુ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ક્રિપ્ટોકરન્સીના માર્કેટ અને રોકાણના કદ તથા તેમાં સામે જોખમોને ધ્યાનમાં લેતા તેના પર ટીડીએસ અને ટીસીએસ લાગુ થવાની શક્યતા છે.હાલ નાણાકીય સંસ્થાઓ, કંપનીઓ તથા શેર બજાર સાથે સંકળાયેલી સંસ્થાઓને એસએફટીમાં રિપોર્ટીંગ કરવું પડે છે. લોટરી, ગેમ શૉઝમાં વિજેતા બનવા બદલ મળતી રકમ પર જે રીતે ટેક્સ વસુલાય છે એ રીતે ક્રિપ્ટો પર 30 ટકા ટેક્સ વસુલવામાં આવે એવી શક્યતા છે.

Latest Stories