/connect-gujarat/media/post_banners/3698de83265f6103b1ef6a4eca212e36b67ec6b2a2230a47f5c3eff3f8434647.webp)
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર મર્યાદિત રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. આજે બંને સૂચકાંકો મામૂલી વધારા સાથે ખુલ્યા હતા. બુધવારે સવારે બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ બાદમાં બંને સૂચકાંક નીચલા સ્તરે બંધ થયા હતા. આજે સેન્સેક્સ 1.93 પોઈન્ટ અથવા 0.00 ટકાના વધારા સાથે 72,625.02 પોઈન્ટ પર અને નિફ્ટી 9.20 પોઈન્ટ અથવા 0.04 ટકાના મામૂલી વધારા સાથે 22,064.20 પોઈન્ટ પર ખુલ્યો હતો. સમાચાર લખાય છે ત્યારે, નિફ્ટી પર લગભગ 1620 શેર્સ ઉછાળા સાથે અને 656 શેર્સ ઘટાડાની સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, LTIMindTree અને આઇશર મોટર્સના શેરમાં નિફ્ટી પર વધારો જોવા મળ્યો છે, જ્યારે એશિયન પેઇન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ, BPCL, HDFC બેન્ક અને ડૉ રેડ્ડીઝ લેબ્સ લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યાં છે.