Connect Gujarat
બિઝનેસ

તેજી સાથે ખૂલ્યુ શેરબજાર, હવે વિકેન્ડમાં રોકાણકારોને ફાયદો

ગ્લોબલ માર્કેટ થી મળેલી મજબૂતીના દમ પર સપ્તાહના આખરી કારોબારી દિવસે ઘરેલુ શેરબજારમાં તેજી જોવા મળી છે.

તેજી સાથે ખૂલ્યુ શેરબજાર, હવે વિકેન્ડમાં રોકાણકારોને ફાયદો
X

ગ્લોબલ માર્કેટ થી મળેલી મજબૂતીના દમ પર સપ્તાહના આખરી કારોબારી દિવસે ઘરેલુ શેરબજારમાં તેજી જોવા મળી છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે ખુલ્યા છે. શુક્રવારે સવારે 30 અંક વાળો સેન્સેક્સ 395.97 પોઈન્ટ મજબૂત થઈને 54,574.43 સ્તર પર ખૂલ્યું. તો 50 અંકનુ નિફ્ટી વધીને 16,273.65 પર ખૂલ્યું.શેરબજારમાં ગત બે દિવસોથી દેખાઈ રહેલી તેજીની અસર શુક્રવારે જોવા મળે છે. પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સ 30 માંથી 25 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યાં. નિફ્ટીના ટોપ ગેઈનર્સમાં સવારના સમયે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એલ એન્ડ ટી, કોલ ઈન્ડિયા, આઈશર મોટર્સ અને ઈન્ફોસિસ રહ્યાં છે. તો ટોપ લૂઝર્સ માં એશિયન પેઈન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ અને હિન્ડાલ્કો રહ્યાં છે.બીજી તરફ ગ્લોબલ માર્કેટમાં પણ મજબૂતી જોવા મળી છે. ડાઉ જોન્સ પર 350 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. નૈસ્ડેઝમાં 2.25 ટકાની તેજી જોવા મળી છે.10 વર્ષના બોન્ડ યીલ્ડ 3 ટકા પાસે પહોંચી ગઈ છે. એનર્જી શેર માં સૌથી સારો રિસ્પોન્સ જોવા મળ્યો છે. યુરોપિયન માર્કેટ પણ 2 ટકા તેજીની સાથે બંધ થયું.આ પહેલા ગુરુવારે સાંજના સમયે ભારતીય માર્કેટમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી છે.

Next Story