/connect-gujarat/media/media_files/HsuRT6hUXo76OOayyZWd.png)
29 જુલાઈ, 2024 (સોમવાર) ના રોજ, શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો તેમના ઉચ્ચતમ સ્તરે ખુલ્યા. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા.
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 381.79 પોઈન્ટ અથવા 0.47 ટકાના વધારા સાથે 81,714.51 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી પણ 126.70 પોઈન્ટ અથવા 0.51 ટકાના વધારા સાથે 24,961.50 પર ટ્રેડ કરી રહ્યો હતો.
નિફ્ટી-સેન્સેક્સના ટોપ ગેનર શેરો
આજે નિફ્ટી પર, શ્રીરામ ફાઇનાન્સ, એનટીપીસી, ઇન્ડસઇન્ડ બેંક, બીપીસીએલ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ, ટાઇટન કંપની, ટાટા કન્ઝ્યુમર, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ અને એચડીએફસી બેંકના શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
સેન્સેક્સ પર, એનટીપીસી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરો ટોપ ગેઇનર હતા, જ્યારે ટાઈટન, ભારતી એરટેલ, આઈટીસી અને ટેક મહિન્દ્રાના શેર્સ ટોપ લુઝર હતા.