આજે શેર બજાર વધારા સાથે બંધ, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ અપ..

ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 227.55 પોઈન્ટ અથવા 0.32 ટકાના વધારા સાથે 72,050.38 ના સ્તર પર બંધ થયો હતો.

New Update
શેરબજાર લીલા નિશાન પર ખૂલ્યું, સેન્સેક્સ 400 અને નિફ્ટી 120 પોઈન્ટ ઉછળ્યા...!

ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 227.55 પોઈન્ટ અથવા 0.32 ટકાના વધારા સાથે 72,050.38 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી પણ 70.80 પોઈન્ટ અથવા 0.32 ટકા વધીને 21,910.80 પર પહોંચ્યો હતો.

નિફ્ટી પર લગભગ 2172 શેર્સ વધારા સાથે બંધ થયા, જ્યારે 1200 શેર્સ ઘટાડા સાથે બંધ થયા. એફએમસીજી ઈન્ડેક્સ સિવાય અન્ય તમામ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 1 ટકાનો વધારો થયો છે.

નિફ્ટીમાં આજે ટોપ ગેઇનર્સ M&M, BPCL, ONGC, NTPC અને પાવર ગ્રીડ કોર્પોરેશન હતા, જ્યારે ટોપ લુઝર્સમાં એક્સિસ બેન્ક, એપોલો હોસ્પિટલ્સ, ITC, HUL અને નેસ્લે ઇન્ડિયા હતા.

સેન્સેક્સ ચાર્ટમાં M&M 6.51 ટકાના વધારા સાથે ટોપ ગેઇનર હતું. આ પછી NTPC, પાવર ગ્રીડ, SBI, HDFC બેંક, એશિયન પેઇન્ટ્સ અને વિપ્રો આવ્યા હતા. બીજી તરફ એક્સિસ બેન્ક, આઈટીસી, એચયુએલ, નેસ્લે ઈન્ડિયા અને સન ફાર્માના શેર ઘટીને બંધ થયા હતા.

Latest Stories