/connect-gujarat/media/media_files/G2hwlSXGC1NKmZYzpK4J.jpg)
અઠવાડિયાના ત્રીજા દિવસે બુધવારે સતત સ્થાનિક માર્કેટમાં ઘટાડો દેખાયો છે આજે પણ શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ છે.દિવસના શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 386.01 પોઈન્ટ ઘટીને 75581.38 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 130.45 પોઈન્ટ ઘટીને 22814.85 પર બંધ થયું હતું. જોકે હાલમાં લીલા નિશાન પર સેન્સેક્સ નિફ્ટી ટ્રેડ કરી રહ્યા છે.
આજે ભારતી એરટેલના શેર 0.28% કોટક મહિન્દ્રા બેંક 0.23%, ITC 0.17%, એક્સિસ બેંક 0.11%, લાર્સન એન્ડ ટુબ્રો 0.03% અને બજાજ ફાઇનાન્સના શેર 0.03%ટકાના વધારા સાથે ખુલ્યા. બીજી તરફ અદાણી પોર્ટ્સના શેર 2.60%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.57%, પાવર ગ્રીડ 1.46%, ઝોમેટો 0.96%, ટાટા સ્ટીલ 0.89%, નેસ્લે ઈન્ડિયા 0.87%, ICICI બેંક 0.68%, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.65%, ટાટા મોટર્સ 0.57%, ટેક મહિન્દ્રા 0.55%, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 0.50%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 0.47%ના ઘટાડા સાથે ખુલ્યા.
એશિયન બજારમાં કોરિયાનો કોસ્પી 1.93% વધ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ 0.50% ઘટ્યો છે અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.54% વધ્યો છે.18 ફેબ્રુઆરીના રોજ વિદેશી રોકાણકારો (FII) એ 4786.56 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII) એ પણ 3,072.19 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. 18 ફેબ્રુઆરીના રોજ અમેરિકાનો ડાઉ જોન્સ 0.023% ના વધારા સાથે 44556 પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 0.24% વધીને 6129 પર બંધ થયો. નાસ્ડેક 0.072% વધ્યો