Connect Gujarat
બિઝનેસ

વિશ્વમાં પ્રખ્યાત વાઘ-બકરી ચાના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઇનું મોત, આકસ્મિત મોત થયા ઉદ્યોગ જગતમાં શોકની લાગણી ફેલાઈ....

ગુજરાત તેમજ દેશ દુનિયાની ચા બ્રાન્ડ વાઘ- બકરી ચાના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઇનું નિધન થયું છે. ગુ

વિશ્વમાં પ્રખ્યાત વાઘ-બકરી ચાના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઇનું મોત, આકસ્મિત મોત થયા ઉદ્યોગ જગતમાં શોકની લાગણી ફેલાઈ....
X

ગુજરાત તેમજ દેશ દુનિયાની ચા બ્રાન્ડ વાઘ- બકરી ચાના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઇનું નિધન થયું છે. ગુજરાત ટી પ્રોસેસર્સ એંડ પેકર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઇનું રવિવારે સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પીટલમાં 49 વર્ષની વયે નિધન થયું હતું. ગુજરાત ટી પ્રોસેસર્સ એંડ પેકર્સ લિમિટેડ તેની આઇકોનીક ટી બ્રાન્ડ વાઘ બકરી ટી માટે સૌથી વધુ લોક પ્રિય છે. વાઘ બકરી ચા ના માલિક પરાગ દેસાઇ 15 ઓકટોબરના રોજ તેમના ઘર નજીક ઇસ્કોન આંબલી રોડ પાસે મોર્નિંગ વોક પર ગયા હતા. ત્યારે અક્સ્માત સર્જાયો હતો. આ પછી તેને માથાના ભાગે ગંભીર થયા પછી તેનું બ્રેઇન હેમરેજ થયું હતું. અકસ્માત બાદ તેમણે અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. સાત દિવસ સુધી તેને સતત વેન્ટિલેટર પર રાખવામા આવ્યા હતા. પરાગ દેસાઇએ રવિવારે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાના કારણે જીવ ગુમાવ્યો હતો.

Next Story