દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધૂલિકાનો પાર્થિવ દેહ એક જ ચિતા પર મુખાગ્નિ અપાઈ રહી છે. જનરલ રાવત અને તેમના પત્નીનું તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું છે. ત્યારપછી તેમના પાર્થિવ દેહને દિલ્હી લવાયા અને શુક્રવારે અંતિમ દર્શન માટે રખાયા હતા.જનરલ રાવતની અંતિમ યાત્રા ભાવુક કરી દે એવી રહી છે. દેશના વીરને અંતિમ વિદાય આપવા જાણે આખું દિલ્હી ઉમટી પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર માર્ગમાં લોકોએ ફૂલ વરસાવ્યા અને તેમના પાર્થિવ દેહને લઈ જતા વાહન પાછળ ત્રિરંગો લઈને દોડવા લાગ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોએ જનરલ બિપિન રાવત અમર રહે એવા નારા પણ લગાવ્યા હતા. એટલું જ નહીં સમગ્ર આર્મી કેંટમાં ભારત માતાની જયના નારા ગૂંજી રહ્યા હતા.
17 તોપોંની સલામી સાથે બિપિન રાવત અને તેમના પત્ની પંચ મહાભૂતમાં વિલીન
દેશના વીરને અંતિમ વિદાય આપવા જાણે આખું દિલ્હી ઉમટી પડ્યું હોય તેમ લાગી રહ્યું હતું..

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170