New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/hqdefault-25.jpg)
અંકલેશ્વર વાલિયા રોડ પર આશરે પંદર દિવસની બાળકી મળી આવી હતી, જેને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં જાગૃત નાગરિકો દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી.
ભારત સરકાર દ્વારા બેટી બચાવો અને બેટી પઢાવો હેઠળ જનજાગૃતિ અર્થે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે તેમછતાં દીકરી જન્મતાની સાથે જ ત્યજી દેવાનાં કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે.
આવો જ એક કિસ્સો અંકલેશ્વર વાલિયા રોડ પર પ્રકાશમાં આવ્યો હતો, એક આશરે પંદર દિવસીય બાળકીને ત્યજી દેવામાં આવી હતી. અને સ્થાનિક નાગરિકોએ બાળકીનો રડવાનો અવાજ સાંભળતા તેઓએ 108 ઇમરજન્સી સેવાની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
Latest Stories