છોટાઉદેપુર : કેનાલોના નથી ઠેકાણા, લીકેજના કારણે ખેતરો પાણીમાં ગરકાવ

છોટાઉદેપુર : કેનાલોના નથી ઠેકાણા, લીકેજના કારણે ખેતરો પાણીમાં ગરકાવ
New Update

કમોસમી વરસાદના કુદરતી મારથી ખેડૂતોના હાલ બેહાલ થયા

છે ત્યારે ખેડૂતોને કળ વળે તે પહેલાં હવે તેઓ સરકારી અધિકારીઓની આળસનો ભોગ બની

રહયાં છે. આવો જ કિસ્સો પાવી જેતપુર તાલુકામાંથી સામે આવ્યો છે. 

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુક ના ડુંગરવાંટ

ખાતે આવેલો સુખી જળાશય યોજનાનો સુખી ડેમ ત્રણ તાલુકાને સિંચાઇ માટેનું પાણી પૂરું

પાડે છે. ડેમની સંગ્રહશક્તિ 177.006 મિલિયન ઘન મીટર છે. સંપૂર્ણ ભરાયેલા ડેમનું લેવલ 147.82 મીટરનું છે. ખેડૂતોને

ચોમાસામાં કરેલ ખેતીથી ભલે કોઈ ઉપજ ન મળી પણ એક આશા હતી કે, રવિ પાક માટે તેને ડેમનું

પાણી મળતા સારી ખેતી થશે અને દેવાના ડુંગરમાંથી મુકત થઇ જશે. પણ ખેડૂતોની આશા

ઠગારી નીવડે તેવા સંજોગો ઉભા થયાં છે. 

ખેડૂતોની માંગ પ્રમાણે રવિ પાક માટે સિંચાઇનું પાણી આપવામાં આવે અને તેમની માંગણી પ્રમાણે પાણી પણ છોડવામાં આવ્યું હતું. પાણી છોડવામાં આવતા જે ખેડૂતોમાં ખુશીની લહેર હતી પણ ખેડૂતને ક્યાં ખબર હતી કે કેનાલોમાં પડેલી તિરાડો અને સિંચાઇ વિભાગે બનાવેલા સ્પાઇસનમાંથી પાણીનો વેડફાટ થઈ તેમના ખેતરોમાં જરૂરિયાત કરતાં વધુ પાણી આવી જશે. કેટલાક ખેડૂતોએ તો હજુ વાવણીની તૈયારી કરી હતી અને કેનલોના લીકેજને કારણે  તેમના ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયાં છે. કેનાલના સત્વરે સમારકામ કરાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહયાં છે. 

#Gujarat #News #Chota Udepur
Here are a few more articles:
Read the Next Article