છોટા ઉદેપુર : સંખેડાના કંડેવાર ગામે તળાવની પાળ તૂટતાં ખેતરો અને ઘરોમાં પાણી ઘુસી આવ્યા

New Update
છોટા ઉદેપુર : સંખેડાના કંડેવાર ગામે તળાવની પાળ તૂટતાં ખેતરો અને ઘરોમાં પાણી ઘુસી આવ્યા

છોટા ઉદેપુરના સંખેડા તાલુકાના કંડેવાર ગામે નર્મદા મુખ્ય નહેરના પાણી ભરવાનું શરૂ કરતાજ તળાવની પાળ તૂટતા પાણી લોકોના ઘર તેમજ ખેતરોમાં ઘુસી ગયા હતા. પાણી ઘુસવાથી ખેતરોમાં ઉભેલા પાકને ભરી નુકશાન થયું છે. હજી પાણી ભરવાની શરૂઆત થઇ છે. ત્યારેજ પાળો તૂટી જતા કામ કરનાર સરકારી વિભાગ સામે સવાલો ઉઠી રહયા છે.

સંખેડા તાલુકાના કંડેવાર ગામે તળાવ આવેલું હોય તેમાં નર્મદા મુખ્ય નહેરના પાણી ઠાલવવાની કામગીરી ચાલતી હતી. ત્યારે તળાવ ઓવરફ્લો થતા તળાવની એક તરફની પાળ તૂટી હતી. ત્યારે સરકારે સુજલામ સુફલામ યોજના હેઠળ કરોડોનો ખર્ચ કરેલ છે. પરંતુ અધિકારીઓની નિષ્કાળજી કે કામમાં ગોબાચારી થી આજે તળાવ પૂરું ભરાતા પહેલાજ તળાવની પાળ તૂટતાં લોકોના ઘર તેમજ ખેતરોમાં પાણી ફરી વળતા આજે રહીશો અને ખેડૂતોને નુકશાન શહન કરવાનો વારો આવ્યો છે. ગામમાં ફક્ત એકજ ચર્ચા સાંભળવા મળે છે કે શું સરકારી તંત્ર રહીશો અને ખેડૂતોને નુક્શાનીનું વળતર ચુકવશે તે એક યક્ષ પ્રશ્ન ગામ લોકોમાં ચર્ચાય છે.

રાજ્યમાં અનેક વખત કેનાલો અને તળાવની પાળો તૂટવાની ખબરો આવે છે. ત્યારે કંડેવાર ગામે પળો તૂટી જતા પાણી આસપાસના ખેતરોમાં ઘુસી ગયું હતું. આ બાબતે અધિકારીઓને જાણ કરવામાં આવતા અધિકારીઓ પણ ઘટના સ્થળે પોહ્ચ્યા હતા. અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો આ બાબતે હવે એક રિપોર્ટ તૈયાર કરી સંબધિત વિભાગને મોકલવામાં આવશે.

Latest Stories