/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/21142550/maxresdefault-107-197.jpg)
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વન વિભાગ દ્વારા 71માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ તેમજ ભાજપાના નેતાઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતો. જોકે ત્યારબાદ વૃક્ષોનું જતન ન થતા ફક્ત ફોટો શેશન જ કરવામાં આવતા કોંગ્રેસની યુવા પાંખ NSUIના કાર્યકરોએ પોલ ખુલ્લી પાડી છે.
ગુજરતમાં સરકારી તંત્ર દ્વારા યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં નેતાઓ ફક્ત ફોટો શેશન કરાવી વાહવાહી લૂંટે છે. પરંતુ સરકારી કાર્યક્રમનો હેતુ સચવાય છે કે, નહી તેના તરફ સરકારી તંત્ર ધ્યાન આપતું જ નથી, ત્યારે તેવો જ એક કીસ્સો નસવાડી તાલુકામાં બન્યો છે. નસવાડી વન વિભાગ દ્વારા ગત 10 ઓગસ્ટના રોજ 71માં વન મહોત્સવનું રંગેચંગે સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી તેમજ ભાજપના આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સૂરજ બા વિદ્યામંદિરના પંટાગણમાં યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પરંતુ 2 મહિના બાદ અહીં એક પણ વૃક્ષ નજરે પડી રહ્યું નથી. જેથી માત્ર ફોટા પડાવવા માટે આખો કાર્યક્રમ કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે.
સમગ્ર મામલે કોંગ્રેસના તાલુકા ઉપ પ્રમુખ મુકેશ ભીલ તેમજ NSUIના પ્રમુખ નોફિલ મેમણ, જીલ્લા પંચાયત સદસ્ય રણછોડ તડવી તેમજ મનોજ રોહિત તાલુકા સદસ્યોએ જે સ્થળે વૃક્ષારોપણ કરાયું હતુ તેની મુલાકાત લીધી હતી. જેમાં વૃક્ષારોપણ કરેલ એકપણ વૃક્ષ ન હતું. માત્ર વૃક્ષના ઠૂંઠા જોઈ તેઓનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. જેથી અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ ફક્ત ફોટો શેશન કરાવવા માટે જ વિવિધ કાર્યક્રમો સરકારના ખર્ચે કરાવી વાહવાહી લૂંટવામાં માને છે, તેવું લાગી રહ્યું છે.