-
મેટ્રોપોલિટન કંપનીમાં બ્લાસ્ટ બાદ લાફાકાંડ
-
મૃતક કામદારના પરિવારજનોનું મોટું નિવેદન
-
અમે ચૈતર વસાવાને બોલાવ્યા હતા,રોશનને નહીં
-
આગની દુર્ઘટના બાદ વળતર મુદ્દે ગરમાયું રાજકારણ
-
પરિવારજનોએ ચોંકાવનારો કર્યો ખુલાસો
ભરૂચના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં ગત 23 એપ્રિલે થયેલો ભયાનક બ્લાસ્ટ હવે એક મોટા રાજકીય વિવાદમાં ફેરવાયો છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા 15 કામદારો પૈકી રાકેશ વસાવા સહિત 2 કામદારોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 13 જેટલા શ્રમિકો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
જ્યારે પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે કંપની પહોંચ્યા, ત્યારે ત્યાં માહોલ એકાએક તંગ બની ગયો હતો. કંપની પરિસરમાં જ ધારાસભ્ય અને એક વ્યક્તિ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
આ સમગ્ર ઘટના અંગે મૃતક રાકેશ વસાવાના પરિવારજનોએ કેમેરા સામે આવીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પરિવારે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, તેઓએ જ ધારાસભ્ય ચૈતર વસાવાને મદદ માટે બોલાવ્યા હતા.
