ભરૂચના જંબુસરમાં કાર્યવાહી

દહેગામ ગામે કાર્યવાહી

ગૌચરની જમીન પરના દબાણ હટાવાયા

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

તંત્રના અધિકારીઓ રહ્યા હાજર

ભરૂચના જંબુસર તાલુકાના દહેગામમા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.ગૌચરની જમીન પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા

ભરૂચના જંબુસર તાલુકાના દહેગામ ગામે ગૌચર જમીન પર કરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંદાજે 50થી 75 એકર જેટલી ગૌચર જમીન પરથી દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા જેસીબી મશીનો સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જમીન પર વાવેતર કરવામાં આવેલા કપાસ સહિતના પાકોને જમીનદોસ્ત કરી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ મેગા ડિમોલેશનની કામગીરી દરમિયાન જંબુસર મામલતદાર કચેરીના સર્કલ અધિકારી, તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી તેમજ કાવી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.

ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ જવાનોની હાજરી વચ્ચે તંત્ર દ્વારા ગૌચર જમીન પરથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.