/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/28140027/maxresdefault-369.jpg)
રાજ્યના ઉત્તર ગુજરાતમાં રવિવારે ઠંડી અડધો ડિગ્રી વધી હતી. છતાં હજુ ઠંડીનો પારો 12 ડિગ્રીથી વધુ રહ્યો હતો. જોકે, મોડી સાંજથી વહેલી સવાર સુધી પવનના કારણે ઠંડીનો સામાન્ય ચમકારો અનુભવાયો હતો, ત્યારે રાજ્યમાં આજનો દિવસ સૌથી ઠંડો સાબિત થયો છે.
રાજ્યભરમાં કોલ્ડ વેવની સ્થિતિ ઉત્પન્ન થઇ છે, ત્યારે આવનાર 3 દિવસમાં ઠંડીનો પારો 8 ડિગ્રીથી નીચે જવાની પણ આગાહી કરવામાં આવી છે. ગત શનિવારની મોડી સાંજથી મોટાભાગે ઉત્તર ગુજરતામાં ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. જોકે રવિવારે આખો દિવસ પવનની દિશા યથાવત રહેતા ઠંડી અડધો ડિગ્રી સુધી વધી હતી. જેના કારણે ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ ઉત્પન્ન યહવા પામી છે.
જોકે, વાતાવરણમાં ઠંડક પ્રસરવાનું શરૂ થતાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઠંડા પવનના કારણે ગરમીમાં 4 ડિગ્રી સુધી ઘટાડો નોંધાયો છે. જેના પગલે મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 30 ડિગ્રીથી નીચે આવતા 25.6થી 26.7 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ફરી એકવાર ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થયું છે. જેના કારણે આગામી 3 દિવસમાં ઠંડી 3થી 4 ડિગ્રી વધતા ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં ધીમે ધીમે ઠંડી 10 ડિગ્રીથી નીચે આવી જશે, ત્યારે મહત્તમ તાપમાન ઘટતાની સાથે ઠંડીના પ્રમાણમાં વધારો થવાની પણ શક્યતા વર્તાઇ રહી છે.