જમ્મુ અને કાશ્મીરના પુલવામા વર્ષ 2019ના આતંકી હુમલાના ગુનેગારો અને પાપીઓનો એક પછી એક ખાતમો થઈ રહ્યો છે. પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર અને પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાનમાં અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.
સૂત્રો અનુસાર આતંકી હમઝા બુરહાન POKના મુઝફ્ફરાબાદમાં આવેલી તેની એક ઓફિસમાં બેઠો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ તેને ઓફિસ અને ખાસ સિક્યુરિટી પૂરી પાડી હતી. આ દરમિયાન કેટલાક અજાણ્યા હુમલાખોરો ત્યાં હથિયારો સાથે ધસી આવ્યા હતા અને હમઝા પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને ઘટનાસ્થળે જ તેનું ઢીમ ઢાળી દીધું હતું.
