ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની કવાયત શરૂ થઇ છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ સૂચક છે. રાહુલ ગાંધી દ્વારકામાં પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે તે માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આગામી તા. 22થી 25 ફેબ્રુઆરી, એમ કુલ 3 દિવસ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હવે લાગી રહ્યું છે કે, ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા કવાયતની શરૂઆત કરવામાં આવી ચૂકી છે. જોકે, 5 રાજ્યોની વિધાનસભા ચૂટણીઓ ચાલી રહી છે, ત્યારે ઉત્તરપ્રદેશમાં બીજા ચરણનું મતદાન પૂર્ણ થયું છે. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન છે, અને ઉતરપ્રદેશના હજુ 5 ચરણનું મતદાન બાકી છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો તખ્તો ગોઠવાય ગયો છે.
રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ સૂચક છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે. જોકે, 3 દિવસ ચાલનારી ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી ત્રણેય દિવસ ઉપસ્થિત રહી શકે તેવું પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓનું માનવું છે.
