માયાનગરી મુંબઈને ફરી એકવાર હચમચાવી નાખવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે મુંબઈ પોલીસના વોટ્સએપ પર ધમકી ભર્યો મેસેજ આવ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈને ઉડાવી દેવાની પૂરી તૈયારી છે. કોઈપણ સમયે હુમલો થઈ શકે છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું છે કે આ હુમલો 26/11ના હુમલા જેવો હશે.
આ મેસેજ બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે મેસેજ મોકલનારની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મેસેજ પાકિસ્તાનના નંબર પરથી આવ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જો તમે મને ચેક કરશો તો લોકેશન પાકિસ્તાન બતાવશે. પરંતુ બ્લાસ્ટ મુંબઈમાં થશે. ધમકી આપનાર વ્યક્તિએ મેસેજમાં લખ્યું છે કે 6 લોકો ભારતમાં હુમલો કરશે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170