/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/23132838/maxresdefault-312.jpg)
રાજ્યમાં કોરોનાએ તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે ગત 24 કલાક દરમ્યાન રાજ્યમાં 1640 કેસ નોંધાયા છે. 2020 માં નવેમ્બર મહિનામાં જ્યારે કોરોના પીકઅપ પર હતો ત્યારે 27 નવેમ્બરે 1607 કેસ નોંધાયા હતા. આમ રાજ્યમાં કોરોના જે ગતિએ આગળ વધી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે આવનાર 3 કે 4 દિવસમાં આંકડો 2 હજારને પાર થશે.
19 માર્ચ 2020ના રોજ ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.જ્યારે કોરોના પોતાની ઊંચાઈ પર હતો ત્યારે ગુજરાતમાં સૌથી વધુ કેસ 27 નવેમ્બર 2020ના રોજ 1607 નોંધાયા હતા. આવામાં આજના કેસનો આંકડો આ આંકડાને પાર પહોંચ્યો છે અને 1640 કેસ નોંધાતા ચિંતાનો માહોલ વધી ગયો છે. રાજ્યમાં કોરોના ને કારણે ફફડાટ ફેલાયો છે પણ સરકાર કહે છે કે ચિંતાની કોઈ વાત નથી તંત્ર સજ્જ છે.
પણ અમદાવાદ સુરત સહીત મહાનગરોમાં જે રીતના કેસ વધી રહયા છે તે મુજબ જોવા જઈએ તો ચિંતા સ્વાભાવિક છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 429 કેસ અને ગ્રામ્યમાં 54 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 481 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 139 કેસ, જ્યારે ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 126 કેસ અને ગ્રામ્યમાં 26 કેસ નોંધાયા છે અમદાવાદ અને સુરતમાં માક્રોકંટેનમેન્ટ ઝોન પણ પ્રતિદિવસ વધી રહયા છે.